Punabha Lok Vigyan Kendra Patan.
#

29th National Children Science Congress 2021

સમગ્ર દેશમાં બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૧ નું આયોજન કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ NCSC નેટવર્ક દ્વારા કરવામાં આવેલ છે જે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ નામના પ્રોજેક્ટ થી ૧૯૯૧ થી અમલમાં છે. જેની ફોકલ થીમ Science For Sustainable Living (ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન) છે.આ પ્રોજેક્ટમાં ૧૦ થી ૧૪ વર્ષ જુનિયર અને ૧૪ થી ૧૭ વર્ષ સીનીયર કેટેગરી ના બાળકોમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર પ્રસાર થાય તે મુખ્ય હેતુ છે.તેના અનુસંધાને દરેક જીલ્લામાં ગુજકોસ્ટ પ્રેરિત જે તે લોક વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આ પ્રોજેક્ટની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. ) નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ-૨૦૨૧ની ફોકલ થીમ “Science For Sustainable Living” વિષય પર નીચેના પાંચ વિભાગો પૈકી રહેશે. (i)Ecosystem For Sustainable Living (ii)Appropriate Technology for Sustainable Living (iii)Social Innovation For Sustainable Living (iv)Design, Development, Modeling and Planning For Sustainable Living (v)Traditional Knowledge System For Sustainable Living નોંધ:- (૧) પ્રોજેક્ટમાં ભાગ લેવા ઈચ્છતી શાળાઓએ પાછળ બીડેલ રજીસ્ટ્રેશન ફોર્મ-A સંપૂર્ણપણે ભરી ૧૫/૦૭/૨૦૨૧ સુધીમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે કુરિયર, વોટ્સએપ અથવા ઈમેલ દ્વારા મોકલવાનું રહેશે. (૨) પ્રોજેક્ટ વિષે વધુ માહિતી માટે અને ફોર્મ મોકલવા માટે સંપર્ક: ૯૮૭૯૩૨૪૬૫૭(દર્શનભાઈ ચૌધરી) ઇમેલ: punabha_csc.patan@yahoo.in (૩) જિલ્લા કક્ષાનો NCSC કાર્યક્રમ અંદાજીત સપ્ટેમ્બર મહિના ના અંતમાં યોજાશે જેની તારીખ,સમય અને સ્થળ(ઓનલાઈન/ઓફલાઈન) વગેરે માહિતી આપે ફોર્મમાં ભરેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ દ્વારા આપવામાં આવશે.