રાજયનો સર્વાંગી તેમજ ઝડપી વિકાસ થાય તેમજ સામાજિક અને આર્થિક પરિવર્તન થઈ શકે તે માટેના આધુનિક સાધન તરીકે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ મહદઅંશે અનિવાર્ય છે. આધુનિક ટેકનોલોજી દ્વારા વિવિધ ક્ષોત્રો જેવા કે કૃષિ અને તેના આધારિત ઉદ્યોગ, ઈજનેરી ઉદ્યોગો, વાહન અને સદેશાવ્યવહાર, સિંચાઈ, બાંધકામ, પર્યાવરણ અને ગ્રાનવિકાસ જાહેર આરોગ્ય, તબીબી વિજ્ઞાન અને શિક્ષાણ વગેરેનો વિકાસ સપ્રમાણ અને ઝડપી થઈ શકે તે માટે રાજયે પંચવર્ષીય યોજનાઓ દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરેલ છે.
બાળકોમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવા અને તમના રોજબરોજના જીવનના નિર્ણયોમાં વૈજ્ઞાનિક અભિગમનદ વિકાસ કેળવાય અને વૈજ્ઞાનિક અભિગમથી સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ઘા/વહેમ વગેરે નાબૂદ થાય તથા સામાજિક અને આર્થિક વિકાસ થાય તે માટે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવવી ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે.
બાળ જાગૃતિ કેળવવાના અનેક પ્રર્યાયો પૈકી સાતત્યપૂર્ણ પ્રયાસો જળવાઈ રહે અને ઉત્તરોતર વધારો થાય તે માટે આઠ પ્રાદેશિક અને બાકીના જિલ્લામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સ્થાપવાનું પ્રયોજન છે. અત્યારે ૦૩ પ્રાદેશિક અને ૧૬ જિલ્લા કક્ષાના લોક વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના થઈ ચૂકેલ છે. અને બાકીના જિલ્લામાં સ્થાપના કરવાના પ્રયત્ન ચાલુ છે. લોક વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી દર વર્ષે આશરે રપ૦૦ જેટલા વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમોનો વ્યાપ વધારીને શાળાઓની અંદર વાર્ષિક અમુક ચોકકસ સંખ્યાના વૈજ્ઞાનિક કાર્યક્રમો યોજી શાળાઓમાં સાયન્સ કલબની સ્થાપના કરીને સાયન્સ કલબનું નેટવર્ક બનાવવાનું આયોજન છે. જેમાં જુદા જુદા જિલ્લાની શાળાઓને સાંકળીને ૧૦૦૦ જેટલી સાયન્સ કલબનું નેટવર્ક બનાવવામાં આવશે.